ત્વચામાં કુદરતી તેલ ઓછું હોવાને કારણે ડ્રાય સ્કિનની સમસ્યા ઉભી થાય છે. આ ડ્રાયનેસને કારણે ત્વચાને લગતી સમસ્યાઓ સર્જાય છે અને ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે. ત્વચાની ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે નિષ્ણાતો કેટલાક ઘરેલું ઉપાયો જણાવે છે. આ ઘરેલું ઉપાયો અપનાવવાથી ડ્રાયનેસ ઓછી થશે અને ત્વચા પર ચમક પણ આવશે.
ત્વચા પર હિબિસ્કસ ફૂલનો ઉપયોગ કરો
નિષ્ણાતોએ જણાવ્યું કે હિબિસ્કસના ફૂલોનો ઉપયોગ કરવાથી ડ્રાય સ્કિનની સમસ્યા ઓછી થઈ શકે છે. હિબિસ્કસના ફૂલોમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે અને આ બધા ત્વચાને સ્વસ્થ તેમજ સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. તેની સાથે જ હિબિસ્કસના ફૂલના ઉપયોગથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થાય છે.
હિબિસ્કસના ફૂલ, કાચા દૂધ અને મધથી ફેસ માસ્ક બનાવો
સામગ્રી
- 2થી 4 હિબિસ્કસ ફૂલો
- 4 ચમચી કાચું દૂધ
- 2 ચમચી મધ
આ રીતે બનાવો ફેસ માસ્ક
- હિબિસ્કસના ફૂલોને ગ્રાઇન્ડ કરો.
- તેને બાઉલમાં મૂકો
- હવે તેમાં કાચું દૂધ અને મધ મિક્સ કરો
- આ પેસ્ટને ચહેરા પર લગાવો.
- ફેસ માસ્ક સુકાઈ જાય પછી ચહેરો સાફ કરી લો.
- આ પછી ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો.
નારિયેળ પાણી, મધ, વિટામીન ઈ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરો
સામગ્રી
- 4 ચમચી નારિયેળ પાણી
- 2 ચમચી મધ
- 1થી 2 વિટામિન ઇ કેપ્સ્યુલ્સ
આ રીતે ફેસ માસ્ક બનાવો
- એક બાઉલમાં નાળિયેર પાણી લો.
- હવે તેમાં મધ અને વિટામિન ઈ કેપ્સ્યુલ ઉમેરો.
- હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો.
- 15 મિનિટ પછી ચહેરો સાફ કરો.
- આ પછી ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.