કુદરતી રીતે ચરબી બર્ન કરે છે આ ફૂડ, ફિટ થવામાં કરે છે મદદ

આજના સમયમાં સારા આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા ઘણા ઓછો લોકો છે. સમયના અભાવને કારણે ફિટનેસ ફ્રીક્સ લોકો પણ રેડી-ટુ-ઈટ ફૂડને વધુ મહત્વ આપે છે. જે વજન વધવાનું એક કારણ છે. ત્યારે આ આર્ટિકલમાં આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના સેવનથી કુદરતી રીતે ચરબી બર્ન થઈ શકે છે.

લાલ મરચું (Cayenne Pepper)

લાલ મરચું કુદરતી રીતે ચરબી બર્ન કરે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન (American Journal of Clinical Nutrition) ના રિસર્ચ પ્રમાણે, મરચામાં કૅપ્સેસિન (capsaicin) નામનું સંયોજન જોવા મળે છે, જે શરીરમાં જમા સ્ટોર્ડ એનર્જી એટલે કે ચરબીને બર્ન કરે છે અને તેને એનર્જીમાં ફેરવી દે છે.

ડાર્ક ચોકલેટ (Dark Chocolate)

લ્યુઇસિયાના સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચર્સે શોધ્યું કે, આંતરડાના સૂક્ષ્‍મજીવાણુઓ (Gut microbes) ચોકલેટને આથો આપે છે અને પછી આંતરડામાં સ્વસ્થ પોલિફેનોલિક સંયોજનોના ઉત્પાદનમાં વધારો કરે છે. તેમાં બ્યુટીરેટ (Butyrate) નામનું ફેટી એસિડ હોય છે, જે શરીરની ચરબીને એનર્જી તરીકે બર્ન કરે છે. 70 ટકા કે તેથી વધુ કોકો વાળા ચોકલેટનું સેવન કરો.

પાલક (Spinach)

પાલકમાં વિટામિન એ (Vitamin A), આયર્ન (Iron) અને ફોલેટ (Folate) જેવા એનર્જી વધારનારા પોષક તત્વો વધુ હોય છે. તે ભૂખ ઘટાડવાની સાથે કેલરીના સેવનને કંટ્રોલ કરી શકે છે. આ ફેટ બર્ન કરવામાં મદદ કરવાની સાથે વજન ઘટાડે છે.

શક્કરીયા (Sweet Potatoes)

શક્કરીયામાં કેરોટીનોઈડ જોવા મળે છે. તે એન્ટીઑકિસડન્ટ છે, જે બ્લ્ડ શુગરના લેવલ અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે. તે શરીરમાં જમા ચરબીને સરળતાથી ઊર્જામાં ફેરવે છે. તેની વિટામિન પ્રોફાઇલ (A, C અને B6 સહિત) જિમમાં વર્કઆઉટ દરમિયાન એનર્જી આપે છે.

ફૂલકોબી (Cauliflower)

ફૂલકોબી વધુ થર્મોજેનિક અસર ધરાવે છે. જેને પચાવવામાં શરીર વધુ કેલરી બર્ન કરે છે.

સૅલ્મોન (Salmon)

મસલ્સ માસ વધવાથી ચરબી બર્ન થાય છે. જેથી વધારો. ડાયટ એક્સપર્ટના મતે સૅલ્મોન ફિશ લીન પ્રોટીનનો સોર્સ હોય છે. તે એન્ટી-ઈન્ફ્લેમેટરી ઓમેગા-3 ફેટી એસિડ્સનો પણ સમૃદ્ધ સોર્સ છે, જે ચરબી બર્ન કરવામાં અને ચરબીનો સ્ટોરેજ અટકાવવામાં મદદ કરે છે. આ સિવાય પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ ભૂખ-ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે, જેથી લાંબા સમય ખાવાથી બચી શકાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ઇંડા (Eggs)

ઈંડા ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે. ઇંડા Choline ના સૌથી સારા સોર્સમાંથી એક છે, જે ચરબી બર્ન કરવામાં અને પોષક તત્ત્વોમાં હાઈ હોય છે. ઇંડા લીન પ્રોટીનનો સારો સોર્સ છે, જે ખાવાથી માંસપેશીઓ વધે છે અને ચરબી ઝડપથી બર્ન થાય છે.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)