શું તમે ખાલી પેટે જ્યુસ પીવો છો? તો ચેતી જજો, થઇ શકે છે આ સમસ્યા

સ્વસ્થ અને ફિટ રહેવા માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવાની સાથે સંતુલિત આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ લોકો પોતાની ખાનપાન પર ધ્યાન આપવા લાગ્યા છે. લોકો કસરત કરે છે. સ્વસ્થ આહાર અને જ્યુસનું સેવન કરે છે. જ્યુસ પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે મોટાભાગના લોકો રોજ જ્યુસનું સેવન કરે છે. ફળ અને શાકભાજીના જ્યુસ બંને સ્વાસ્થ્યને પોષણ આપે છે.

ઉનાળામાં આને પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને એનર્જી મળે છે. સ્વાસ્થ્ય ઉપરાંત તે ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

ઘણા પ્રકારના ફળો અને શાકભાજીને મિક્સ કરીને જ્યુસ બનાવવામાં આવે છે જેમાં ભરપૂર પોષક તત્વો, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. જે આપણા શરીરને પોષણ આપવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો સવારે ખાલી પેટ જ્યુસનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ નિષ્ણાંતો આની ભલામણ કરતા નથી. કારણ કે ખાલી પેટે જ્યુસનું સેવન શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

નિષ્ણાંતો શું કહે છે?

નિષ્ણાંતો ડૉકટર કહે છે કે, ખાલી પેટે જ્યુસ પીવાથી શુગર લેવલ વધે છે. આ સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીને ખાલી પેટે જ્યુસ પીવાથી શુગર લેવલ વધારવા ઉપરાંત ગેસની સમસ્યા અને અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સવારે ખાલી પેટે જ્યુસ ન પીવો. ડૉક્ટર કહે છે કે જ્યુસ પીવા કરતાં ફળોનું સેવન કરવું વધુ સારું છે. તેથી ખોરાક ખાવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં અથવા પછી ફળોનું સેવન કરવાનો પ્રયાસ કરો.

જો તમે કોઈ પણ સમસ્યાથી રાહત મેળવવા માટે જ્યુસ પીતા હોવ તો તેના માટે જ્યુસનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. જેનાથી વધારે માત્રામાં કેલરી લેવાનું શક્ય બને છે આના કારણે વજન વધવાની શક્યતાઓ વધુ રહે છે. તેથી તાજા અને સુગર ફ્રી જ્યુસનું સેવન કરવાનો પ્રયાસ કરો. તે પેઢાં માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે, તેથી જ્યુસનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)