વજન ઘટાડવામાં દરરોજ સખત મહેનત કરવી પડે છે. તેથી આહારમાંથી ચરબી અને ઉચ્ચ કેલરીવાળા ખોરાકને દૂર કરવો જોઈએ. આહારમાં ઉચ્ચ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. વજન ઘટાડવામાં દહીં મદદરૂપ છે.જાણો વજન ઘટાડવા માટે દહીં કેવી રીતે લેવું?
મખાનાને દહીંમાં ભેળવીને ખાઓ
વજન ઘટાડવા માટે દહીંથી સારું બીજું કંઈ નથી. તેમાં પ્રોબાયોટીક્સ હોય છે તે આંતરડાના બેક્ટેરિયાને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ સિવાય તેમાં વિટામિન સી પણ હોય છે જે ફેટ ઘટાડે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમારે સવારના નાસ્તામાં દહીં સાથે મખાના મિક્સ કરીને ખાવા જોઈએ.
દહીં સાથે મખના
એક વાટકી દહીં લો.તેમાં મખાના મિક્સ કરો.તેમાં થોડું મીઠું ઉમેરો.પછી એક કડાઈમાં સરસવનું તેલ નાખી તેમાં સરસવના દાણા નાખો. લીમડા અને દહીં સાથે વઘાર કરો.હવે આરામથી બેસીને નાસ્તામાં દહીં મખાના ખાઓ.
મમરા સાથે દહીં ભેળવીને ખાઓ
મમરાને દહીંમાં ભેળવીને ખાઓ વજન ઘટાડવા માટે દહીં સાથે મમરા ખાવાથી ફાયદા થાય છે.દહીંમાં મમરા ભેળવીને ખાવાથી તમારી પાચનક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તે ચરબીને ધટાડવામાં અને પછી કેલરી બર્ન કરવામાં મદદરૂપ છે. મમરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે અને પછી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દહીં અને મમરા પ્રોટીનથી ભરપૂર હોય છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેથી તમે નાસ્તામાં દહીં સાથે મમરા ખાઓ.
દહીં સાથે મમરા
દહીં સાથે મમરાને મિક્સ કરો.તેમાં ડુંગળી, મીઠું, લીલું મરચું, ધાણાજીરું અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાઓ.
આ રીતે મમરા અને મખાના દહીં સાથે ખાવાથી વજન ઘટે છે. તો નાસ્તામાં આ બે વસ્તુઓ બનાવો
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)