જો તમને પથરીની સમસ્યા છે તો આ 5 વસ્તુઓ ન ખાઓ, દુખાવો વધશે

ભારતમાં પથરીના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો પથરીની સમસ્યા ધરાવતા હોય છે. કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ હોય છે અને તેનું કામ રક્ત અને ફિલ્ટર કરવાનું હોય છે. આ પ્રોસેસ દરમિયાન કેલ્શિયમ સોડિયમ અને અનેક પ્રકારના મિનરલ પાર્ટીકલ્સ બ્લેડરમાં પહોંચે છે. જ્યારે આ બધી વસ્તુનું પ્રમાણ વધી જાય છે તો તે કિડનીમાં જમા થઈ જાય છે અને પથરી બની જાય છે. જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે ખાવા પીવામાં ખાસ સાવધાની રાખવી પડે છે. ખાસ કરીને એવી વસ્તુઓથી દૂર રહેવું જરૂરી હોય છે જેને ખાવાથી દુખાવો વધી શકે છે. 

પથરીની તકલીફમાં આ વસ્તુઓથી રહો દૂર

– પથરીની સમસ્યા હોય ત્યારે એવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ જેમાં વિટામીન સી નું પ્રમાણ વધારે હોય. વિટામીન સી યુક્ત આહાર લેવાથી સ્ટોન વધારે થઈ જાય છે. તેવામાં સારું રહે કે તમે લીંબુ, પાલક, સંતરા, કીવી, જામફળ જેવી વસ્તુઓ ખાવાનું બંધ કરો. 

– જે લોકોને પથરીની સમસ્યા હોય તેમને ડી હાઇડ્રેશનની સમસ્યા વધારે રહેતી હોય છે તેવામાં શરીરમાં જો હાનિકારક કેફીન જાય તો દુખાવો વધી શકે છે. તેવામાં પથરીના દર્દીએ ચા, કોફી અને કોલ્ડ્રિંક્સ નું પ્રમાણ પણ ઓછું કરી દેવું જોઈએ. કારણ કે તેમાં કેફીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે દુખાવાનું કારણ બની શકે છે.

– જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે વધારે મીઠા વાળી વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ. કારણ કે વધારે પ્રમાણમાં સોડિયમ શરીરમાં જાય તો કિડની અને નુકસાન કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)