ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો

વજનમાં વધારો અને સ્થૂળતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકો ટૂંક સમયમાં વજન ઘટાડવા માંગે છે. ઝડપી વજન ઘટાડવા માટે તેઓ કેટો ડાયટ અથવા રેપિડ શોર્ટ ટર્મનો સહારો લે છે જે ખતરનાક સાબિત થઇ શકે છે.

આ રીતોથી 10-12 કિલો વજન ઝડપથી ઘટાડી શકાય છે, પરંતુ જ્યારે તમે આ ડાયટને છોડો છો ત્યારે વજન મેઇન્ટેન રાખી શકાતું નથી અને બે ગણી ઝડપથી વજન વધી શકે છે.

આ સિવાય તેનાથી ઘણા જોખમો પણ છે. જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો કેટલીક ગેરસમજો દૂર કરવી ખૂબ જ જરૂરી છે.

Myth : ઝડપી વજન ઘટાડવામાં કોઈ નુકસાન નથી

Fact : હેલ્થ એક્સપર્ટ્સના મતે ઝડપી વજન ઘટાડવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. જેના કારણે શરીરને અનેક ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. ધીમે ધીમે અને યોગ્ય રીતે વજન ઘટાડવું હંમેશા સારું છે. અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધીમે ધીમે વજન ઘટાડે છે તેમનું વજન લાંબા સમય સુધી નિયંત્રણમાં રહે છે.

Myth : વ્યક્તિએ અઠવાડિયામાં વધારે વજન ન ઘટાડવું જોઈએ

Fact : એક્સપર્ટ્સનું કહેવું છે કે અઠવાડિયામાં 400 ગ્રામથી 1 કિલો વજન ઓછું કરવું સલામત છે, પરંતુ આનાથી વધુ વજન ઓછું કરવું સારું નથી. ઘણી આડઅસરો જોવા મળી શકે છે. જેઓ ઝડપથી વજન ઘટાડે છે તેઓ સ્નાયુઓને નુકસાન, પિત્તાશય અને પોષક સમસ્યાઓથી પીડાય છે. આ સિવાય મેટાબોલિક ડિસઓર્ડર પણ વધી શકે છે, જેનાથી વજન ઝડપથી વધી શકે છે.

Myth : કીટો ડાયટ છોડ્યા પછી વજન ઝડપથી વધવા લાગે છે

Fact : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો તમે લાંબા સમય સુધી કીટો ડાયટ ફોલો કરો છો તો તમારે ઘણા ગેરફાયદાનો સામનો કરવો પડી શકે છે. તે 30 થી 90 દિવસ સુધી સારું રહે છે. કારણ કે આ ડાયટની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે મોટાભાગના લોકો આ ડાયટને છોડ છે અને સામાન્ય ડાયટનું પાલન કરે છે ત્યારે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે કારણ કે તેઓ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાનું શરૂ કરે છે. તેથી વજન ઘટાડવા માટે કેટો ડાયટને બદલે સંતુલિત ડાયટ વધુ સારો માનવામાં આવે છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.