વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?

નાના બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. જેના કારણે તેમનું શરીર અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યું છે. બાળકોમાં સ્થૂળતા ઘટાડવા માટે ઘણા માતા-પિતા દવાઓનો સહારો લેતા હોય છે, પરંતુ તેઓને આ દવાઓ બાળકો માટે કેટલી સલામત છે તેની પણ ચિંતા સતાવે છે.

એક નવા અભ્યાસે આ ચિંતાનો અંત લાવી દીધો છે. એક અભ્યાસ મુજબ, વજન ઘટાડવાની દવા સ્થૂળતાનો શિકાર બનેલા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એકદમ સલામત છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વજન ઘટાડવા માટે જીએલપી-1 એગોનિસ્ટ આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. આ દવાની અછત પણ સર્જાઈ રહી છે. તે મોંઘું હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ નવી દવાઓ નાના બાળકો પર કેવી રીતે કામ કરે છે તેના પર બહુ ઓછા સંશોધનો થયા છે.

સ્થૂળતા ઘટાડવા માટે દવા કેટલી સલામત છે?

WHO અનુસાર, 1990થી બાળકો અને કિશોરોમાં સ્થૂળતાની સમસ્યા ચાર ગણી વધી છે. તેમ છતાં બાળકોમાં સ્થૂળતાની સારવાર માટે કોઈ ચોક્કસ દવા નથી. આ અભ્યાસ લિરાગ્લુટાઇડ નામની જૂની જીએલપી-1 એગોનિસ્ટ પર કેન્દ્રિત હતો. જેને ડેનમાર્કની ફાર્માસ્યુટિકલ કંપની નોર્ડિસ્ક સેક્સેન્ડા બ્રાન્ડ નામ હેઠળ વેચાય છે, જે બ્લોકબસ્ટર સેમાગ્લુટાઇડ મેડિસિન ઓજેમ્પિક અને વેગોવી પણ બનાવે છે.

અભ્યાસ શું છે

નોવો નોર્ડિસ્ક તરફથી ફંડ આપવામાં આવ્યા બાદ આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ત્રીજા તબક્કાના ટેસ્ટિંગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર લિરાગ્લુટાઇડની અસરોનો ટેસ્ટ હતો. તેમાં 6 થી 12 વર્ષની વયના 82 મેદસ્વી બાળકો સામેલ હતા, જેમાંથી કેટલાકને રેન્ડમલી લિરાગ્લુટાઇડના દૈનિક ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જ્યારે અન્યને પ્લેસિબો આપવામાં આવ્યા હતા. બાળકોને કસરત કરવા અને આરોગ્યપ્રદ ખોરાક ખાવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અભ્યાસ મુજબ, એક વર્ષથી થોડો વધુ સમય પછી દવાઓ લેનારા 46 ટકા બાળકોના બોડી માસ ઇન્ડેક્સ (BMI)માં ઓછામાં ઓછો 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. પ્લેસિબો ગ્રુપના ફક્ત નવ ટકા બાળકોમાં BMI માં આવો ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં ઊંચાઈને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દવા લેતા કેટલાક બાળકોમાં ઉલ્ટી અને ઉબકા જેવી આડઅસરો પણ જોવા મળી હતી, જે પુખ્ત વયના લોકોમાં જોવા મળતી આડઅસરો જેવી જ હતી.

સ્થૂળતા સંબંધિત ચેતવણીઓ શું છે?

યુનિવર્સિટી ઓફ મિનેસોટાના વરિષ્ઠ લેખિકા ક્લાઉડિયા ફોક્સે જણાવ્યું હતું કે મેદસ્વી બાળકોને માત્ર આહાર અને કસરત પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવે છે, પરંતુ નવા અભ્યાસથી આશા જાગી છે કે આ દવા બાળકોને વધુ સ્વસ્થ અને વધુ સારા બનાવવામાં મદદ કરી શકે છે. જોકે, વજન ઘટાડવાના ઈન્જેક્શનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.