ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવું જ એક ફળ છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ (Dragon Fruit). કમલમમાં વિટામિન, મેગ્નેશિયમ, આયર્ન, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. કમલમમાં પોલીફેનોલ્સ, કેરોટીનોઈડ્સ અને બીટાસાયનિન્સ જેવા પ્લાન્ટ કમ્પાઉન્ડ હોય છે. આ સાથે જ કમલમ (Kamalam) માં વિટામીન સી, બીટા કેરોટીન, લાઈકોપીન અને બીટાલાઈન હોય છે.
જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે જાણો કમલમ ખાવાના ફાયદા.
કમલમ ખાવાના ફાયદા – Dragon Fruit For Benefits
હાર્ટ
કમલમમાં ઓમેગા-3 અને ઓમેગા-9 ફેટી એસિડ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ
કમલમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફળ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કમલમ ફાયદાકારક ફળ માનવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કમલમનું સેવન કરી શકાય છે. ડ્રેગન ફ્રૂટમાં હાજર વિટામિન સી અને કેરોટીનોઈડ્સ રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે.
પાચન
કમલમમાં ડાયેટરી ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે, જે પાચનને સારું રાખવામાં મદદ કરી શકે છે.
ત્વચા
કમલમમાં હાજર વિટામિન સી ત્વચામાં કોલેજન ઉત્પન્ન કરવામાં, વાળને મજબૂત કરવામાં અને તૂટવાથી બચાવવામાં મદદ કરી શકે છે.
આયર્ન
કમલમ આયર્નથી ભરપૂર માનવામાં આવે છે. જો તમને લોહીની કમી (એનિમિયા) છે, તો કમલમનું સેવન કરી શકાય છે. તેને રોજ ખાવાથી એનિમિયા દૂર કરી શકાય છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.