પ્રાણી સંગ્રહાલયનો રખેવાળ : ‘એય બાબા !
આમ સિંહના પાંજરાની આટલી બધી
નજીક ન ઊભો રહે.’
મનિયો : ‘તમે જરાય ગભરાશો નહિ,
હું સિંહને કંઈ ખાઈ જવાનો નથી.’
😅😝😂😜🤣🤪
પિંકી : મનિયા ! તું શું કરી રહ્યો છે ?”
મનિયો : ‘હું હમણાં જ આ ચિત્ર પૂરું કરીને નવરો પડયો.’
પિંકી : ‘શેનું ચિત્ર બનાવ્યું ? જરા બતાવતો.’
મનિયો : ‘જો, આ કાગળમાં ગાય ઘાસ ખાય છે
તેવું ચિત્ર દોર્યું છે.’
પિંકી : ‘પણ આ તો કોરો કાગળ છે, એમાં ઘાસ ક્યાં છે ?’
મનિયો : ‘ઘાસ તો ગાય ખાઈ ગઈ.’
પિંકી : ‘પણ ગાય ક્યાં છે ?’
મનિયો : ‘તને આટલી પણ ખબર નથી ?
ગાય ઘાસ ખાધા પછી થોડી ઉભી રહે ?
એ તો જતી રહી.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)