ADVERTISEMENT
ADVERTISEMENT

દીકરા, બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.😅😝😂😜🤣🤪

ટીચર : કાલે મેં લેસન આપ્યું હતું તે કર્યું છે.
ટપુ : ના ટીચર.
ટીચર : શા માટે નથી કર્યું?
ટપુ : કાલે રાત્રે મેં જેવો જ લેસન કરવા બેઠો કે
તરત પાવર જતો રહ્યો.
ટીચર : તો પછી પાવર પાછો આવ્યો જ નહિ કે શું?
ટપુ : આવ્યો હતો ટીચર,
પણ જેવો હું ફરીથી લેસન કરવા બેઠો કે
પાવર ફરીથી જતો રહ્યો.
ટીચર : તો એ પછી પાવર આવ્યો જ નહિ કે શું?
ટપુ : આવ્યો હતો ટીચર,
પણ હું એ ડરથી લેસન કરવા ન બેઠો કે
વારંવાર પાવર જવાથી મારી ટ્યુબલાઈટ બગડી ન જાય.
😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,
ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,
તે ટીચરને કહી તો નથી દીધું ને?
દીકરો : પપ્પા,
મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.
પપ્પા : એમ?
તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.
પછી તારા ટીચરે શું કહ્યું?
દીકરો : એમણે કહ્યું કે બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,
પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT