ADVERTISEMENT
ADVERTISEMENT

એવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા, જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય…😅😝😂😜🤣🤪

આજે હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો.
મારી બાજુની સીટ પર એક યુવક અને યુવતી બેઠા હતા.
બંને એકબીજા માટે અજાણ્યા હતા.
થોડીવાર પછી તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા.
વાતચીત ત્યાં સુધી પહોંચી કે મોબાઈલ નંબરની આપ-લે થવાની હતી.
છોકરાનો મોબાઈલ કોઈ કારણસર બંધ હતો.
તેથી તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો,
પણ તેની પાસે લખવા માટે પેન ન હતી.
બાજુની સીટ પર બેઠેલા મારું બધું ધ્યાન એ બંને તરફ હતું.
હું સમજી ગયો કે
છોકરાને છોકરીનો મોબાઈલ નંબર લખવા માટે પેન જોઈએ છે.
તેણે મારી સામે ખૂબ આશા સાથે જોયું.
મેં મારા શર્ટના ઉપરના ખિસ્સામાંથી મારી પેન કાઢી,
અને ચાલતી બસમાંથી બહાર ફેંકી દીઘી.
હું પટાવીશ નહીં, અને કોઈને પટાવવા દઈશ નહીં.
😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું?
જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમ
ગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએ
એવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.
જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT