ADVERTISEMENT
ADVERTISEMENT

મને યાદ નથી કે મેં તેને કૂવામાંથી બચાવ્યો હતો છે કે ઝાડ પરથી?😅😝😂😜🤣🤪

પતિ ડાઈનિંગ ટેબલ પર બેઠો હતો અને
પત્ની જમવાનું પીરસી રહી હતી,
અને બંને બાળકો મોન્ટુ અને પિંકી રમતા હતા.
પતિ (પત્નીને) : આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક ગધેડો…
એટલામાં પાછળથી મોન્ટુનો અવાજ આવ્યો : જુઓને મમ્મી,
પિંકીએ મારી ચોપડી ફાડી નાખી.
પત્ની : વાંધો નહિ દીકરા, હું બીજી લઈ આવીશ.
પતિ : હા, હું કહેતો હતો કે
આજે હું ઓફિસેથી આવતો હતો ત્યારે એક ગધેડો…
ત્યારે પાછળથી પિંકીનો અવાજ આવ્યો : મમ્મી જુઓને,
મોન્ટુએ મારી ઢીંગલી તોડી નાખી.
પત્ની (ગુસ્સામાં) : તમે બંને ચૂપ રહો,
પહેલા મને આ ગધેડાની વાત સાંભળવા દો.
પતિને ચક્કર આવી ગયા.
😅😝😂😜🤣🤪

એક દિવસ એક માણસ ઝાડ પર ચડ્યો.
થોડી વાર પછી તેને લાગ્યું કે અહીંથી નીચે ઉતરવું સરળ નથી.
હવે તેની પાસે ઝાડ પરથી ઉતરવાનો એક જ રસ્તો હતો,
પરંતુ ઝાડ એટલું ઉંચુ હતું કે તેને લાગ્યું કે જો તે કૂદવાનો પ્રયત્ન કરશે તો તેને ઈજા થઈ શકે છે.
કોઈ વિકલ્પ ન જોઈને તેણે ત્યાંથી પસાર થતા લોકો પાસે મદદ માંગી,
પરંતુ કોઈને કોઈ ઉપાય સુઝ્યો નહીં.
ત્યાં લોકોનું ટોળું ભેગું થયું.
ત્યારબાદ મુલ્લા નસીરુદ્દીન ભીડમાંથી બહાર આવ્યા અને કહ્યું : ગભરાશો નહીં.
હું કંઈક કરું છું.
મુલ્લાએ માણસ તરફ દોરડું ફેંક્યું અને કહ્યું કે આ દોરડું તમારી કમરની આસપાસ બાંધો.
પેલા માણસે પોતાની કમર પર દોરડું બાંધ્યું.
પછી મુલ્લાએ દોરડાનો બીજો છેડો પકડીને જોરથી ખેંચ્યો.
આવુ કરતાની સાથે જ તે વ્યક્તિ ઝાડ પરથી નીચે પડી ગયો.
પડી જવાથી તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.
લોકો મુલ્લા પર ગુસ્સે થયા અને કહ્યું : મૂર્ખ માણસ, આ તેં શું કર્યું?
મુલ્લાએ નિખાલસતાથી કહ્યું : મેં પહેલા પણ આવી જ રીતે એક માણસનો જીવ બચાવ્યો છે.
મેં આ પદ્ધતિ પહેલા પણ અજમાવી છે,
પરંતુ મને યાદ નથી કે મેં તેને કૂવામાંથી બચાવ્યો હતો છે કે ઝાડ પરથી?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)