પહેલા પાના પર શું લખું?😅😝😂😜🤣🤪

એક નિવૃત્ત કાકા કરિયાણાની દુકાને ગયા અને છોકરાને કહ્યું,
મને 742 નંગ મસૂરની દાળ આપ.
છોકરાએ એક પણ શબ્દ બોલ્યા વગર 250 ગ્રામ દાળનું વજન કર્યું
અને કહ્યું કે 30 રૂપિયા આપો.
કાકા બોલ્યા : દીકરા, આમાં 742 જ દાણા હશે?
છોકરાએ હા કહેતાં કહ્યું : કાકા તમે ઘરે જઈને ગણી લેજો,
કારણ કે મારા પપ્પાએ કહ્યું છે કે,
એક કિલો દાળમાં 2968 દાણા હોય છે,
તે પ્રમાણે મેં ગણતરી કરી છે એટલે કે
250 ગ્રામમાં 742 દાણા જ આવશે.
કાકા : દીકરા, તારા પપ્પા શું કરે છે?
છોકરો : તેઓ પણ તમારી જેમ નિવૃત્ત થયા છે અને
ઘરે નવરા બેસીને આખા કુટુંબના મગજનું દહીં કરતા રહે છે.
😅😝😂😜🤣🤪

છગન એકઝામ આપવા ગયો.

એણે એક્ઝામિનરને પૂછ્યું : સર, આન્સરશીટના
પહેલા પાના પર શું લખું?

એક્ઝામિનર : લખ, આ આન્સરશીટના બધા
જવાબ કાલ્પનિક છે અને તેનો કોઈ પણ
પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર અથવા
પ્રશ્ન સાથે કોઈ લેવાદેવા નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)