મગનની પાછળ એક કૂતરો દોડતો હતો, મગન હસતો જતો હતો…😜😅😝😂🤪🤣

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટરે પૂછ્યું કે તમે મારી ફી તો બરાબર આપશો ને ?
કંજૂસ કહે હા, તમે મારી પત્નીને જીવડો કે મારો,
હું તમને ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી.
ડૉક્ટરે પોતાની ફી માંગી.
કંજૂસ : તમે મારી પત્નીને જીવાડી ?
ડૉક્ટર : ના.
કંજૂસ : તો શું તમે એને મારી નાખી ?
ડૉક્ટર : ના.
કંજૂસ : તો પછી હું તમને ફી શાની આપું ?
😜😅😝😂🤪🤣

મગનની પાછળ એક કૂતરો દોડતો હતો.
મગન હસતો જતો હતો.
એની પાસેથી પસાર થનાર
એક ભાઈએ પૂછ્યું : તમે આમ હસો છો કેમ ?
મગન : મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે
તોય આ વીઆઈવાળા પાછળ ને
પાછળ ફરે છે એટલે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)