ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી શું અપેક્ષા રાખે છે?😜😅😝😂🤪🤣

ટીચર : લેસન કેમ નથી કર્યું.
ઘૂઘો : લાઈટ નોતી.
ટીચર : તો મીણ બત્તીએ લખાય ને.
ઘૂઘો : પણ બાકસ ન હતી…બાકસ મંદિરમાં હતી…
ટીચર : તો લવાય ને.
ઘૂઘો : હું નાહયો નોતો.
ટીચર : કેમ નોતો નાહયો..
ઘૂઘો : ઉપર ટાકીમાં પાણી નોતું.
ટીચર : કેમ પાણી નોતું.
ઘૂઘો : મોટર બન્ધ હતી.
ટીચર : કેમ મોટર બન્ધ હતી.
ઘૂઘો : તારો બાપ પેલા તો કીધું કે લાઈટ નોતી…
😜😅😝😂🤪🤣

ટીચર : તુ મોટો થઈને શું કરીશ?
ઘૂઘો : લગ્ન
ટીચર : અરે નહિ, હું પૂછવા માંગું છુ કે તુ મોટો થઈને શું બનીશ?
ઘૂઘો : વરરાજો
ટીચર : ઓહો….
મારો પૂછવાનો મતલબ એમ છે કે તુ મોટો થઈને શું હાંસલ કરીશ?
ઘૂઘો : દુલ્હન
ટીચર : અરે બેવકૂફ,
મારો મતલબ કે મોટો થઈને મમ્મી-પપ્પા માટે શું કરીશ?
ઘૂઘો : વહુ લાવી આપીશ…
ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી શું અપેક્ષા રાખે છે?
ઘૂઘો : પોત્રની
ટીચર : (માથે હાથ દઈને), હે ભગવાન, બે હું તને પૂછવા માંગું છુ કે
તારી જિંદગીનો મકસદ શું છે ?
ઘૂઘો : અમે બે, અમારા બે
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)