સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો –
આજે તો આખો દિવસ તણાવ રહ્યો.
મમ્મી : કેમ શું થયું?
પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,
પછી અંગ્રેજીમાં નિબંધ અને પછી
ટિફિનમાં કોળાનું શાક.
પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કે
તે ફરીથી તણાવમાં આવી ગયો.
😜😅😝😂🤪🤣

પપ્પુ જયારે પણ કપડાં ધોતો ત્યારે વરસાદ
પડતો હતો.
1 દિવસ તડકો નીકળ્યો તો તે ખુશ થયો
અને દુકાન પર કપડાં ધોવાનો સાબુ લેવા ગયો.
તે જેવો જ દુકાન પર ગયો કે
વાદળ ગરજવાના શરૂ થઈ ગયા.
પપ્પુએ ફટાફટ આકાશ તરફ જોયું અને બોલ્યો,
અરે ભાઈ,
હું તો બિસ્કિટ લેવા આવ્યો છું, કસમથી
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)