એક ગામમાં પૂર આવ્યું હતું, મીડિયાવાળા સરપંચ પાસે ગયા અને બોલ્યા :😜😅😝😂🤪🤣

ટેક્ષી મા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે
પાછળ થી એના ખભા ઉપર હાથ મુક્યો…
અચાનક ટેક્ષી નુ બેલેન્સ બગડ્યુ અને
ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.
પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ
મારા હાથ લગાવવા થી તમારું ધ્યાન ભંગ થઇ ગયુ…
ટેક્ષી ડ્રાઈવર બોલ્યો, એવુ કશુ નથી સાહેબ…
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે…
આની પહેલા હુ 25 વર્ષથી
“સબ-વાહિની” ચલાવતો હતો, એટલે હુ બી ગયો કે
પાછળ વાળો કેવીરીતે ઉઠી ગયો…?
😜😅😝😂🤪🤣

એક ગામમાં પૂર આવ્યું હતું, મીડિયાવાળા
સરપંચ પાસે ગયા અને બોલ્યા :
તમારા ગામની વસ્તી સરકારી રજીસ્ટરમાં 500 છે,
અને પાણીમાંથી 900 લોકોને કઢાવામાં આવ્યા છે,
એવું કેમ?
સરપંચ : રજીસ્ટરનો હિસાબ બિલકુલ સાચો છે.
શું છે અમારા ગામમાં કોઈ હેલીકૉપટરમાં આવ્યું નથી,
તો રેસ્ક્યુવાળા તેમને કાઢીને બહાર લઇ જાય છે
પછી તે લોકો પાછા પાણીમાં કૂદી પડે છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)