મેં આવી લડાઈ જોઈ છે.😅😝😂😜🤣🤪

વિજ્ઞાનના એક શિક્ષક હતા.
એક દિવસે તેમણે બાળકોને વીજળી વિશેનો
એક પાઠ શીખવ્યો.

પાઠ પૂરો થતા તેમણે એક વિદ્યાર્થીને ઊભો કરી
પ્રશ્ન કર્યો : ‘આકાશમાં ચમકતી વીજળી અને
ઘરમાં બળતી વીજળી વચ્ચે શો ફરક છે ?’

વિદ્યાર્થીએ તરત જ જવાબ આપ્યો : ‘સાહેબ !
આકાશમાં ચમકતી વીજળી માટે આપણે
બિલ નથી ભરવું પડતું, જયારે ઘરમાં બળતી
વીજળીનું બિલ આપણે ભરવું પડે છે.’
😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘બોલ કુંદન !
એક માણસ એક મિનિટમાં દસ મુક્કા અને
બીજો બાર મુક્કા મારે છે
તો પાંચ મિનિટમાં કોણ વધુ મુક્કા મારશે ?’

કુંદન : હું આવી લડાઈ વિષે કશુંય નથી
જાણતો, કેમ કે ન તો હું કદી લડ્યો છું કે
ન કદી મેં આવી લડાઈ જોઈ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)