અડધી રાતે દારુડીયાઓનું એક ટોળું સડક પર
લથડીયા ખાતું, એકબીજાના ખભેખભા અથડાવતું,
એકબીજાની ટાંગોમાં ટાંગો ભરાવતું,
હાલતું ડોલતું, ઝુમતું અટવાતું…
ગલીના છેડે આવેલા એક ઘરે પહોચ્યું.
એક દારૂડિયાએ ઘરનો દરવાજો ખખડાવ્યો.
અંદરથી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.
દારૂડીયાએ કીધું : ‘નમસ્તે બહેનજી,
આ છગન છત્રીવાળાનું ઘર છે ?’
‘હા, કેમ ?’
‘તો અમારામાંથી છગનને શોધી અંદર લઈ લો…
એટલે અમને આગળ જવાની સમાજ પડે !’
😅😝😂😜🤣🤪

પુરુષો આટલું બધું જુઠ્ઠું
કદી ના બોલતા હોત…
જો…
સ્ત્રીઓ આટલા બધા
સવાલો ના કરતી હોત !
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)