કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીના ટોઈલેટમાં ગયો…😜😅😝😂🤪🤣

એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજી,
એરિક તમ નપામ્રધૂ, એરિક તમ નપાદ્યમ.
આ શ્લોકનો અર્થ શું થાય છે.
ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.
બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો ખૂબ મહેનત કરી,
રાત દિવસ એક કરી દીધા.
પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.
પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.
હવે તો ગુરુજી છાત્રને જોઈને પોતાનો રસ્તો જ બદલી નાખતા.
છેવટે હારી થાકીને ગુરુજીએ છાત્રને પૂછ્યુ કે આ શ્લોક તે ક્યાં વાંચ્યો.
ત્યારે છાત્રએ કહ્યુ કે તેણે આ શ્લોક પ્રિન્સીપાલની કેબિનની બહાર વાંચ્યો હતો.
ગુરુજી તાત્કાલિક તેને પ્રિન્સીપાલની કેબિનની બહાર લઈ ગયા.
ત્યાં છાત્રએ તેમને આ શ્લોક કાચના ગેટ પર લખેલો બતાવ્યો.
ગુરુજીએ છાત્રને ચપ્પલ તૂટવા સુધી માર્યો.
કારણકે તે કાચની ઉંધી સાઈડ વાંચી રહ્યો હતો.
સીધી સાઈડ પર લખ્યુ હતુ ધૂમ્રપાન મત કરીએ, મદ્યપાન મત કરીએ.
😜😅😝😂🤪🤣

કામથી પરેશાન એક ડિઝાઈનર
કંપનીના ટોઈલેટમાં ગયો.
અંદર જઈને બેઠો હતો કે
અચાનક સામેની દિવાલ પર નજર પડી.
સામેની દિવાલ પર લખ્યુ હતુ…
આટલુ જોર પોતાના કામ પર દે તો
તે કામ પૂરુ થઈ જાત.
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)