એક છોરો કન્યા જોવા ગ્યો…એલી સીવતા ફાવે…?😜😅😝😂🤪🤣

ચંદુ: શું મમ્મી તું પણ, આજ ફરી કારેલાનું શાક?
મમ્મી: આ બધાં નખરાં તારી
ઘરવાળી આગળ કરજે..
ચંદુ: સારુ ચાલ આપી દે…
લગ્ન બાદ:
ચંદુ: આજ ફરી કારેલાં?
પત્ની: આવાં નખરાં તમારી
મમ્મી આગળ કરવાનાં.
ચંદુ: સારુ ચાલ આપી દે.
આને કહેવાય – “સુડી વચ્ચે સોપારી”
😜

😅😝😂

🤪

🤣

એક છોરો કન્યા જોવા ગ્યો… એલી સીવતા ફાવે…?
છોરી : હકણ…
પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…
એલી રાંધતા ફાવે..?
છોરી : હકણ…
ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..
જે ક્યો ઇ હન્ધુય ફાવે
એલી ભણી કેટલુક હે…?
છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે…
છોરો : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને…? ?
છોરી : કોય દી લુખુ નથી પીધુ…સોડા હાયરે ફાવે…!
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)