પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે રસ્તામાં
કારનું ટાયર પંક્ચર થયું.
પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને
પત્નીએ કચકચ શરૂ કરી.
હવા નો’તી પુરી ? ટાયર જુનુ છે ?
સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?
ત્યાં એક બાઈક સવાર આવી ને કહે :
કંઈ મદદ કરૂં ???
પતિ : આને વાતો કરાવ તો હું ટાયર
બદલાવી લઉ…
😜😅😝😂🤪🤣
પતિ: આ વાંચ, છાપા માં પણ લખ્યું છે કે
પુરુષ રોજ ના સરેરાશ 15000 શબ્દો
બોલે છે જ્યારે સ્ત્રી 30000
પત્નીઃ એ તો એવું જ ને…
તમને પુરુષ ને એક ની એક વાત
બબ્બે વખત કહી એ ત્યારે સમજાય છે
પતિ: હે?
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)