પારસીબાવા ને પારસી જજના પનારા !
બે પારસી બાવા, ૯૦ વર્ષ આસપાસના – રુસ્તમજી ને સોરાબજી,
બગીચામાં રોજ મળે.
એવામાં રુસ્તમજી એકાએક ગાયબ થઈ ગયા.
મહીના પછી દેખાયા.
સોરાબજી કહે :“અરે રુસ્તમ બાવા, તું કયાં ગુમ થઈ ગયેલો?”
રૂસ્તમજી કહે : “જેલમાં”
સોરાબજી કહે :“સું કેય ચ? કેમ એવું તે સું કરીયું ?”
રૂસ્તમજી કહે : “આપણે ઈરાની હોટેલમાં બન મસ્કા અને
ચા માટે જઈએ છીએ,
ત્યાં પેલી મસ્ત ફટાકરી પોરી ફ્રેની કામ કરે છે ને !
એણે મારી પર છેડતીનો આરોપ મૂકીયો.
ને મને ય થયું ૯૦ વર્ષની ઉંમરે આવી ફટાકરી આવો આરોપ મૂકે
એ તો મારી મરદાનગી ગણાય,
એટલે આપણે તો સોગન લઈ ખુશી ખુશી ગુનો કબૂલ કરી લીધો!”
સોરાબજી કહે :“પછી સું થયું બાવા ? તને આ ઉંમરે છેડછાડ માટે જેલ થઈ?”
રૂસ્તમજી કહે :“અરે, જજ બી આપરો પારસી, પેલો દસ્તૂર,
તે એણે મને છેડતી માટે નહિ, કોર્ટમાં જુઠ્ઠું બોલવા માટે એક મહિનાની ઠોકી!”
😅😝😂😜😂😜
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.
જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો…
વહુ: રિલેક્સ મમ્મીજી,
સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ
જાય જ છે ને…!!!
સાસુમા ત્યા ને ત્યા બેભાન
😅😝😂😜😂😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)