એક વખત મનિયાને એના પપ્પાએ કહ્યું : ‘મનિયા !
તું હવે તોફાન મસ્તી છોડી ભણવામાં ધ્યાન આપ.
નહિ તો તું મોટો થઈશ ત્યારે તારા લગ્ન કરવા
મને નાકે દમ આવશે.’
મનિયાની મમ્મી આ સાંભળી હસી પડી,
પછી પૂછ્યું : ‘મનિયા !
મને એ તો કહે કે તું કેવી છોકરી સહે લગ્ન કરીશ ?’
મનિયાએ પોતાનું નાક ખમીસની બાંય વડે સાફ કરતાં
કહ્યું : ‘હું દેખાવડી, બુદ્ધિશાળી અને ભળી છોકરી સાથે
લગ્ન કરીશ.’
મનિયાના પપ્પાએ ગુસ્સે થઈ કહ્યું, અલ્યા મનિયા !
હું તને એક છોકરી સાથે પરણાવવાનો છું, ત્રણ સાથે નહિ.’
😅😝😂😜🤣🤪
પપ્પા : ‘મનિયા ! હું હવે સમજી ગયો છું કે
તું કેટલો આળસુ છે ? મને હવે એમ થાય છે કે
તારા માટે હું એક નવો બંગલો બનાવું.
એમાં આરામદાયક મોટો પલંગ હોય,
જેની પર સૂતા-સૂતા તું ચાંપ દબાવે અને તરત જ
તારે જોઈતી વસ્તુ પલંગ પાસે હાજર થઇ જાય.’
મનિયો : ‘પપ્પા ! તમારી ભૂલ થાય છે, મારે એવો
બંગલો નથી જોઈતો, કારણકે વારંવાર મારે
બટન દબાવવાની ઝંઝટ કરવી પડશે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)