એક છોકરો અચાનક
સુંદર છોકરીની સામે જોઈને શાયર બની ગયો
અને બોલ્યો,
શબ્દ તારા, ગીત મારા, ગઝલ સંભળાવી દઉં કે?
છોકરી બોલી,
હાથ મારા, ગાલ તારા, કાનની નીચે લગાવી દઉં કે?
😅😝😂😜🤣🤪
પરમ દિવસે ઘરવાળીએ કહ્યું,
મને 2000 રૂપિયા આપો, હું તમને પાછા આપી દઈશ.
મેં પાકીટ કાઢ્યું અને પૈસા આપવા લાગ્યો તો તે બોલી,
એક કામ કરો અત્યારે 1000 જ આપો,
બાકીના 1000 પછી લઇ જઈશ.
આજે સવારે તે મારી પાસે આવીને બોલી : મારે
તમારી પાસેથી 1000 રૂપિયા લેવાના છે.
મેં પાકીટ કાઢ્યું
અને 1000 રૂપિયા આપવા લાગ્યો તો તે બોલી,
રહેવા દો મારે તમને 1000 આપવાના પણ છે ને,
એટલે હિસાબ બરાબર થઈ ગયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)