કમલેશભાઈ ભાઈ ચશ્માના નંબર કઢાવવા ગયાં….
ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના
લેન્સ મૂકી કહ્યું: સામે લખ્યું છે તે વાંચો…
કમલેશભાઈ : જૂ.. ની… પુ…રા..ની……. પત્ની….
આપો…….ને…….મ…ન…મો..હક…..લૈલા…લઇ જા…ઓ
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં
અને ફરીથી વાંચવા કહ્યું,
કમલેશભાઈ ભાઈ : જૂની પુરાની પસ્તી આપો ને,
મનમોહક થેલા લઇ જાઓ.
ઓપ્ટિશિયન : કયુ સારું…?
કમલેશભાઈ :પહેલાં વાળુ….
😅😝😂😜🤣🤪
બુલેટ ટ્રેન તો તે દેશ માટે બની છે
જ્યાં સમયનો અભાવ હોય…..
આપણા દેશમાં તો જો ક્યાંય JCB ચાલતી હોય તો,
અડધું ગામ તેને જોવા માટે જાય છે..
અને જો ડ્રાઈવર પાછળ રિવર્સ લેતી હોય તો
15 લોકો તો આવવા દે, આવવા દેમાં લાગ્યા હોય….
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)