પતિ-પત્ની એક જ પ્લેટમાં પાણીપુરી
ખાઈ રહ્યા હતા.
પતિ એકધારું પોતાની પત્નીને
જોઈ રહ્યો હતો.
પત્ની શરમાઈને
બોલી : મને શું જોઈ રહ્યા છો?
પતિ : જરા નિરાંતે ખા ખાઉધરી,
મારો વારો જ નથી આવતો.
😅😝😂😜🤣🤪
પતિ : કોઈએ પોતાની જાત પર નિયંત્રણ રાખતા
શીખવું હોય તો તે તારી પાસેથી શીખી શકે છે.
પત્ની : તમને આવો વિચાર શું જોઈને આવ્યો?
પતિ : તારો શુગરનો રીપોર્ટ જોઈએ.
પત્ની : કઈ રીતે?
પતિ : રીપોર્ટ પ્રમાણે
તારા શરીરમાં કેટલી બધી શુગર છે,
પણ તેં ક્યારેક તેને તારી જીભ પર આવવા દીધી નથી.
કાયમ કડવું જ બોલે છે.
હવે પતિ રોજ કારેલા ખાય છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)