રાજુ ને પત્નીએ ખુબ માર્યો…😅😝😂😜🤣🤪

એક ભિખારી એક શ્રીમંત વ્યક્તિની કાર પાસે ગયો અને કહ્યું,
મને ખાવા માટે કંઈક આપો, સાહેબ.
શ્રીમંત : હું તમને બીયર આપીશ.
ભિખારી : હું બીયર નથી પીતો.
શ્રીમંત : તો આ સિગારેટ પી.
ભિખારી : હું સિગારેટ નથી પીતો.
શ્રીમંત : ઠીક છે. ચાલ તો તને કેસિનોમાં લઈ જાઉં.
ભિખારી : હું જુગાર-નથી રમતો.
શ્રીમંત : તો મારી આ કાર લઇ લે.
ભિખારી : મને કાર કેવી રીતે ચલાવવી તે આવડતું નથી.
શ્રીમંત : હું તને ગર્લફ્રેન્ડ બનાવી આપીશ.
ભિખારી : હું ફક્ત મારી પત્નીને પ્રેમ કરું છું.
શ્રીમંત : ઠીક છે.
હું તને ભોજન આપીશ. પણ તારે મારા ઘરે આવવું પડશે.
મારે મારી પત્ની સાથે તારો પરિચય કરાવવો છે.
ભિખારી : કેમ?
શ્રીમંત : મારે તેને દેખાડવું છે કે જે માણસ સિગારેટ,
બીયર નથી પીતો, જે માણસ જુગાર નથી રમતો અને જેની
ગર્લફ્રેન્ડ નથી તેની કેવી હાલત થાય છે.
😅😝😂😜🤣🤪

રાજુ લંગડાતો લંગડાતો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
હવલદાર : શું થયું?
રાજુ : પત્નીએ ખુબ માર્યો.
હવલદાર : પણ કેમ?
રાજુ : તેના મમ્મી-પપ્પા અમારા ઘરે આવ્યા
તો તેણીએ મને કહ્યું કે,
“બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.”
હવલદાર : તો?
રાજુ : હું ટેક્સી લઇ આવ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)