હું પ્રાર્થના કરું છું કે…😅😝😂😜🤣🤪

એક નવપરિણીત યુગલ લગ્ન પછી શહેરમાં રહેવા આવ્યું,
જ્યાં તેઓએ એક રૂમ લીધો અને નવા પડોશીઓ સાથે રહેવાનું શરૂ કર્યું.
એક સવારે સ્ત્રીએ જોયું કે
તેના પાડોશીએ કપડાં ધોઈને બહાર સૂકવવા મૂક્યા હતા.
તેણે કપડાં તરફ જોયું અને કહ્યું,
એવું લાગે છે કે તેને કપડાં કેવી રીતે ધોવા એ નથી આવડતું,
જુઓ ને કેટલા ગંદા કપડાં છે, તેણે કપડાં ધોવાનો સારો સાબુ વાપરવો જોઈએ.
પતિએ જોયું પણ તે ચૂપ રહ્યો.
એ પછી સતત બે અઠવાડિયા સુધી પત્ની તે જ રીતે
તે મહિલા વિશે વાત કરતી રહી.
પછી એક મહિના પછી, એક સવારે જ્યારે મહિલાએ સામે જોયુ તો
આશ્ચર્ય સાથે તેના પતિને કહેવાનું શરૂ કર્યું, જુઓ,
આજે તેણે સારો સાબુ વાપર્યો છે અને હવે તેને કપડાં ધોતા આવડી ગયું છે.
પછી પતિએ કહ્યું,
આજે સવારે વહેલા ઉઠીને મેં આપણા રૂમની બારીઓ સાફ કરી
એટલે તેના કપડાં ચોખ્ખા દેખાય છે.
😅😝😂😜🤣🤪

પતિ : દરરોજ સવારે જ્યારે હું આંખ ખોલું છું
ત્યારે હું પ્રાર્થના કરું છું કે,

ભગવાન દરેકને તારા જેવી પત્ની આપે.

પત્ની (ખુશ થઈને) : એમ!

પતિ : હા, હું એકલો શા માટે દુઃખ સહન કરું?
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)