છોકરી નવો ડ્રેસ સીવડાવવા દરજી પાસે ગઈ.
છોકરી : મારું માપ લઇ લો ડ્રેસ સીવડાવવાનો છે.
દરજી : ગળું કેટલું રાખું?
છોકરી : એટલું રાખો કે
છોકરાઓની નજર મારા પરથી ન હટે.
દરજી : કમર કેટલી રાખું?
છોકરી : એટલી ટાઈટ કે એકદમ સુંદર દેખાઉં.
દરજી : ડ્રેસ સીવડાવવા આવી છે કે
મારી પરીક્ષા લેવા.
😅😝😂😜🤣🤪
એક છોકરી બાબા પિન્ક પાસે ગઈ અને કહ્યું,
છોકરી : બાબા, તમે ઉપદેશમાં કહ્યું હતું કે
અભિમાન કરવો એ સૌથી મોટું પાપ છે.
પરંતુ જ્યારે હું અરીસામાં જોઉં છું
ત્યારે મને લાગે છે કે હું ખૂબ સુંદર છું
તેથી મને ખૂબ અભિમાન થાય છે.
હું શું કરું?
બાબા પિન્ક : આ અભિમાન નથી પણ
ગેરસમજ છે, અને ગેરસમજ થવી એ પાપ નથી,
પણ ભોળપણ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)