એક દિવસ એક માણસ દવાવાળાની દુકાનેથી
ઊધ માટેની ગોળીઓ ખરીદીને ધર તરફ જઈ રહ્યો હતો.
રસ્તામાં એને એનો એક ઓળખીતો મળી ગયો.
એણે એના હાથમાંની બાટલીનું લેબલ વાચું પૂછ્યું,
‘કેમ ભાઈ !
આ ઊધ માટેની ગોળીઓ કેમ લો છો ?
ઊધ નથી આવતી કે શું ?’
મને તો ઘણી ઊધ આવે છે.
આ ગોળીઓ મારા માટે નથી.
તો પછી કોના માટે છે ?’
મારા પાડોસીના કુતરા માટે, એ કમબખ્ત
આખી રાત ભસ્યા કરે છે અને ઊઘવા નથી દેતો…
ગોળીઓ એના માટે છે.
😅😝😂😜🤣🤪
૩૦૦ કિલો વજનવાળી સ્ત્રી-દર્દીને સમજાવતાં ડોક્ટરે
કહ્યું : ‘આ સો ગોળીઓ હું તમને લખી આપું છું.
તે ખાવા માટે નથી.
તમારે એ ગોળીઓ જમીન પર વેરી દેવાની છે.
દિવસમાં બે વાર.
એને તેને એક-એક ઊચકીને ટેબલ પર મૂકેલી શીશીમાં
ભરવાની છે.’
સ્ત્રીદર્દી : તો તેનાથી શું થશે ?
ડોક્ટર : અખતરો કરી જોજો, આપો આપ સમજાઈ જશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)