ભૂગોળના શિક્ષક કનુભાઈ વિધાર્થીઓને નકશો
કેવી રીતે વાંચવો તેના પર લેક્ચર આપી રહ્યા હતા.
તેમણે વિધાર્થીઓને અક્ષાંશ,રેખાંશ, ડિગ્રી અને
મિનટ સમજાવ્યા.
પીરીયડને અંતે તેમણે વિધાથીર્ઓને પૂછ્યું : ‘ધારો કે
હું તમને ૨૩ ડિગ્રી, ૪ મિનટ ઉતર અક્ષાંશે અને
૪૫ ડિગ્રી,૧૫ મિનટ પૂર્વ રેખાંશે જમવા માટે
આવી જવાનું કહું તો ….’
તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ વિધાર્થી મનુએ કહ્યું :…’
સર, તમારે એકલા ખાવું પડશે.’
😅😝😂😜🤣🤪
એક એરલાઈન્સે અનોખી ઓંફર રજૂ કરી :
બિઝનેસ ટ્રીપ પર પતિ પોતાની પત્નીને લઈ જાય
તો પત્નીની ટિકિટની અડધી કિંમત ચૂકવવાની.
આ ઓફરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.
એટલે એરલાઈન્સના મેનેજર કનુએ
આ યોજનાનો લાભ લઈ ચૂકેલા બિઝનેસમેન્સની
પત્નીઓને પત્ર લખીને તેઓનો આભાર માન્યો
અને તેઓને પ્રવાસ કેવો રહ્યો તે લખી જણાવવા કહ્યું.
કનુને જવાબમાં ધણા પત્રો આવવાની આશા હતી.
તેની પર ઢગલો પત્રો આવ્યા, દરેક પત્રમાં એક જ
પ્રશ્ન હતો : ‘તમે કયા પ્રવાસની વાત કરો છો ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)