એક યુવતી….
ફોન પર વાત કરતા કરતા લિફ્ટમાં પ્રવેશી…
મારી તરફ જોઈ ને હળવેથી હસીને ફોનમાં પોતાની સહેલી ને કે,
“ચલ હું ફોન રાખું છું …
લિફ્ટમાં એક મસ્ત હેન્ડસમની કમ્પની મળી ગયી છે
તેની સાથે વાત કરુ હવે, By.. C.. U”
હું… કાઈ બોલું…
વિચારું એ પેલા જ મારી બાજુ જોઇને હસતા હસતા બોલી…
“સોરી હો… અંકલ”
આ મારી ફ્રેન્ડ ક્યારની ફોનમાં ચોંટી’તી..
તે પીછો છોડાવવા… જ ખોટું બોલવું પડ્યું… સાચું કહું છું…
આજ સુધી… આટલી “ઈજ્જત”થી આવી “બેઇજ્જતી” કોઈએ નથી કરી હો….
એટલે જ, 40 પછી શાંત રહો સ્વસ્થ રહો અને દાદરા નો ઉપયોગ કરી ફીટ રહો.
😅😝😂😜🤣🤪
એક ભાઇનું એક્સીડેન્ટ થયું – ભેંસ સાથે
એમના નાના ભાઈ ને ખબર પડી
-તેનો ફોન આવ્યો
તેણે પૂછ્યું : શું થયું ?
મોટા ભાઇએ કહયું : ભેંસ ભટકાણી
નાનો તરત બોલ્યો , બીજી વખત ???!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)