ADVERTISEMENT
ADVERTISEMENT

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝

એક વાણિયાએ ભૂલથી વકીલ સાથે સાઇકલ ભટકાવી દીધી.
આ કારણે તે વકીલનો લેંઘો ફાટી ગયો.
વકીલ : તે મારો 800 રૂપિયાનો લેંઘો ફાડી નાખ્યો!
અત્યારે જ મારા 800 રૂપિયા આપી દે નહિતર તારા ઉપર કેસ કરી નાખીશ.
વાણિયો : અરે સાહેબ,
એવી નાનીઅમથી વાતમાં કેસ થોડો કરવાનો હોય,
લ્યો આ તમારા 800 રૂપિયા.
એમ કહીને વાણિયાએ વકીલને રૂપિયા આપી દીધા.
વકીલ ચાલવા લાગ્યો એટલે વાણિયાએ વકીલને ઉભો રાખ્યો ને કહ્યું,
વાણિયો : અરે સાહેબ,
એમ હાલવા ક્યાં માંડ્યા?
મેં તમને લેંઘાના 800 રૂપિયા આપી દીધા ને!
એટલે આ લેંઘો મારો કેવાય.
તો અત્યારે જ લાવો મારો લેંઘો કાઢો!
વકીલ : એલા ઈ મારે કેમ કરીને કાઢવો? મેં નીચે કાંઈ નથી પહેર્યું!
વાણિયો : તો એમાં હું શું કરું?
વકીલ : આ…લે.. તારા 800 રૂપિયા.
વાણિયો : હવે મારે આ લેંઘો 1200 ની નીચે નથી વેચવો.
બોધ : વાણિયા સામે અત્યાર સુધીમાં કોઈ જીતીને ગયું નથી.
😅😝😂😜🤣🤪


છગન : હું તો નાનપણથી જ
GST નું પાલન કરી રહ્યો હતો.
મગન : એ કઈ રીતે?
છગન : ઘરમાં સામાન 10 નુ઼ં
લાવતો અને કહેતો 15 નું લાયો.
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT