ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય.😅😝😂😜🤣🤪

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી
હોટેલમાં ગયો.
પોતાના બાળપણના મિત્ર મહેશને
ત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો : અલ્યા,
તુ આ હોટલમાં કામ કરે છે ?
તને શરમ નથી આવતી ?
મહેશ બોલ્યો : નહીં યાર
કામ કરવામાં મને શાની શરમ ?
હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોત
તો મને શરમ આવી હોત.
😅😝😂😜🤣🤪

હોટેલમાં કોઈ ચા મંગાવે પછી ચામાં માખી પડે તો કોઈ શું કરે?
બ્રિટિશર ઊભો થઈ મેનેજમેન્ટને ફરિયાદ કરી જતો રહે.
ઓસ્ટ્રેલિયન વેઈટર જોડે ઝગડ કરે.
મંદીના મારમાં સપડાયેલો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
દેડકાં-સાપ ખાનાર ચીનો પહેલા માખી ખાઈ જાય પછી ચા પી જાય.
આ સમયે જગતનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી ગુજરાતી હોટેલનું બિલ ભરીને પછી
મેનેજમેન્ટ સામે નુક્સાનીનો દાવો માંડે.
પછી નવી ચા મંગાવે અને
બ્રિટિશરે તરછોડેલી ચાનો કબજો મેળવી માખી ચીનાને વેચી દે,
ચા અમેરિકનને વેચી દે,
કપ ઓસ્ટ્રેલિયનને વેચે અને પછી
વેચાણ અને નુકસાનીનું વળતર ખીસામાં મૂકી ઘરભેગો થઈ જાય.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)