એની થાળી ઓળખી ગયો છે.😅😝😂😜🤣🤪

ગામમાં એક છોકરાનું એક છોકરી સાથે અફેર હતું, જેની જાણ તે છોકરાના પરિવારજનોને પણ થઈ ગઈ.
પરિવારજનોએ તેને સમજાવ્યું કે, તે આ બધુ છોડી દે.
આવતીકાલે જો યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થશે
તો તારી સાથે સાથે અમારા માટે પણ મુશ્કેલી ઉભી થશે.
ઘરવાળાઓ છોકરાને વારંવાર સમજાવતા રહ્યા, પણ છોકરી પણ છોકરાને
પૂરો સાથ આપતી હોવાથી તે એક કાનેથી સાંભળતો અને બીજાથી કાઢી નાખતો,
તેના પર પ્રેમનું ભૂત સવાર હતું.
પછી છોકરીના પરિવારજનોને પણ અફેરની ખબર પડી અને
એક દિવસ તેઓએ છોકરાને પકડીને ખૂબ તોફાન મચાવ્યું,
સર્ફ એક્સલથી તેની ધોલાઈ કરી. પગ અને હાથ ભાંગી નાખ્યા.
પછી તેના પરિવારના સભ્યોને સંદેશ મોકલ્યો કે તમારા લાડકાને લઈ જાઓ.
પરિવારના સભ્યો તેને ત્યાંથી ઉપાડી, હોસ્પિટલ લઈ ગયા અને સારવાર શરૂ કરી.
ઘણા દિવસોની સારવાર બાદ છોકરો જ્યારે કંઇક સાંભળવા અને
બોલવા લાયક થયો ત્યારે મોટી બહેને તેને કહ્યું કે,
અમે કેટલા દિવસોથી તને સમજાવી રહ્યા હતા કે આ બધું છોડ,
ખરાબ કામનું પરિણામ ખરાબ આવે છે,
પણ તું અમારા લાખ સમજાવવા છતાં ના માન્યો.
બહેન અને પરિવારના બાકીના સભ્યોની બધી વાત સાંભળ્યા પછી
છોકરાએ ખૂબ જ વિચિત્ર રીતે કહ્યું :
“તમે લોકોએ મને એ રીતે સમજાવ્યો જ નથી જે રીતે એ લોકોએ સમજાવ્યો છે.
😅😝😂😜🤣🤪

બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડના ઘરે
જમવા બેઠો હતો.

બોયફ્રેન્ડ : જાનું, તારો કૂતરો ક્યારનો
મારી સામે ગુસ્સાથી જોઈ રહ્યો છે.

ગર્લફ્રેન્ડ : તું જલ્દી જમી લે
એ એની થાળી ઓળખી ગયો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)