આ પરણેલા લોકો કહે છે કે
આજે પત્ની સાથે
બોલવા-સાંભળવાનું થઈ ગયું.
હકીકત,
બોલવાનું કશું થયું નથી હોતું,
ફક્ત સાંભળવાનું થયું હોય છે.
😅😝😂😜🤣🤪
ઘણા સમય પછી હું એક મિત્રને મળ્યો,
જ્યારે તેની હાલત વિશે પૂછ્યું તો તેણે કહ્યું, પરસ્ત્રી ખરાબ છે.
મેં વિચાર્યું કે કદાચ તે કોઈના ચક્કરમાં હતો,
પણ હવે અક્કલ આવી ગઈ હશે, મેં બહુ ધ્યાન આપ્યું નહીં.
પરંતુ જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું –
પરસ્ત્રી અઘરી છે…
પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે…
પરસ્ત્રી કાબૂમાં નથી આવી રહી…
તો મારું મગજ ચકરાવા લાગ્યું.
પછી તેણે મોંમાં ભરેલો માવો થૂંક્યો
ત્યારે હું સમજી ગયો કે
બિચારો ‘પરિસ્થિતિ’ વિશે વાત કરી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)