શોખ પણ પૂરો થઈ ગયો.😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.
એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.
તેણે મદદ માટે
ગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.
પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,
જો રમેશ,
હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડો
એરણ પર ગોઠવીને ડોકું ધુણાવું
ત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.
રમેશે બરાબર એમ જ કર્યુ.
હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર છે.
બોધ : સૂચના આપ્યા બાદ ખાતરી કરી લેવી કે
સામેવાળો શું સમજ્યો છે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : બાળપણથી જ મને
સારો માણસ બનવાનો શોખ હતો!
ટપ્પુ : પછી શું થયું, બની ગયો?
પપ્પુ : અરે ક્યાં,
પછી તો બાળપણ જ પૂરું થઈ ગયું
અને શોખ પણ પૂરો થઈ ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)