રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.
રસ્તામાં એક પુલ આવતો હતો.
પુલ પરથી પરેશે જોયું કે
એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.
આ જોઈ પરેશ ઝડપથી દોડીને પુલ પાર કરીને
બજારના ચોકમાંથી નીકળી શોર્ટ-કટવાળી ગલીમાં ઘૂસીને,
ત્રણ મકાનના છાપરા કૂદીને, ભાગતી ટ્રક પર કૂદકો મારીને,
આગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીને,
પછી દોસ્તની સાઈકલ ઝૂટવીને
ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને
સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો,
એ બધા સાંભળો, કાલે રજા છે.
😅😝😂😜🤣🤪

શિક્ષક : આટલા દિવસોથી ક્યાં હતો,
શાળાએ કેમ નહોતો આવતો?
પરેશ : મને બર્ડ ફ્લૂ થયો હતો.
શિક્ષક : પણ એ તો પક્ષીઓને થાય છે
માણસોને નહિ.
પરેશ : પણ,
તમે અમને માણસો ક્યાં સમજો છો,
રોજ તો મરઘાં બનાવી દો છો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)