આપડે તો બબાલ થઇ જાય હો.😅😝😂😜🤣🤪

મિલેટ્રીના કર્નલ એક વખત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા.
ત્યાં એમણે જોયું
તો ઝાડના એક થડ ઉપર ચોક વડે નાનાં નાનાં વર્તુળો દોરેલાં હતાં.
ને તેની બરાબર મધ્યમાં બહુ જ યોગ્ય રીતે રિવોલ્વરની ગોળીનાં નિશાન હતાં.
આવી સુંદર નિશાનબાજી કોની હશે એમ વિચારીને કર્નલે આસપાસ જોયું.
થોડે જ દૂર એક છોકરો હાથમાં રિવોલ્વર સાથે ઊભો હતો.
કર્નલે પાસે જઈને પૂછ્યું : દોસ્ત! પેલા ઝાડ ઉપર નિશાન બાજી તેં કરી છે?
છોકરો : હા.
કર્નલ : કહેવું પડે!
આટલી નાની ઉંમરમાં આટલી સચોટ નિશાનબાજી તને કોણે શિખવાડી છે?
છોકરો : જાતે જ શીખ્યો છું.
કર્નલ : કઈ રીતે?
છોકરો : જુઓ, પહેલાં રિવોલ્વર થી ઝાડના થડને ગોળી મારવાની,
પછી ગોળી જ્યાં વાગી હોય
ત્યાં જઈને ચોક વડે તેની આસપાસ નાનકડું કુંડાળું દોરી નાખવાનું.
😅😝😂😜🤣🤪

શું તમે એવા માણસને માફ કરી શકો,
જેણે તમારો મોબાઈલ
ચાર્જમાંથી કાઢીને પોતાનો ફોન
ચાર્જમાં મૂકી દીધો હોય.?
આપડે તો બબાલ થઇ જાય હો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)