કમ્પાઉન્ડર : શું વાત છે?
મોન્ટુ : મને કૂતરો કરડી ગયો છે.
કમ્પાઉન્ડર : બહાર બોર્ડ પર જે લખ્યું છે,
તે તમે વાંચ્યું નથી,
દર્દીને જોવાનો સમય સવારે 8 થી 11 નો
જ છે અને તમે એક વાગે આવ્યા છો.
મોન્ટુ : હા,
મેં વાંચ્યું પણ કૂતરાએ વાંચ્યું ન હતું.
બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : યાર એક વાત
હું આજ સુધી સમજી શક્યો નથી.
બીજો મિત્ર : કઈ?
પહેલો મિત્ર : લોકો કહે છે કે ધીમે બોલો,
દિવાલોને પણ કાન હોય છે.
હવે આપણે માની લઈને કે તેને કાન હોય છે,
તો પણ તેને જીભ તો હોતી નથી
તો તે કહેશે કોને?
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)