હું અહીં તમારી રાહ જોઈશ.”😜😅😝😂🤪🤣

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત
કરી, ધોબી પાસે કપડાં ધોવરાવીને,
હોટલનું ખાઈને અને
કાણાંવાળા મોજા પહેરીને હું કંટાળેલો,
એટલે પછી પરણી ગયો.
માળું, એ તો અચરજ કહેવાય !
મિત્રે જવાબ વાળ્યો, કેમ કે એ જ
કારણોસર તો મેં છૂટાછેડા લીધા !
😜😅😝😂🤪🤣

એક દિવસ અનુપ જલોટા ઈન્ટરવ્યુ આપવા માટે
રેડિયો સ્ટુડિયો જવા ટેક્સી લઈને નીકળ્યા.
ત્યાં પહોંચ્યા બાદ અનુપ જલોટાએ ડ્રાઈવરને કહ્યું,
’40 મિનિટ રાહ જુઓ, હું હમણાં આવું છું.’
પરંતુ ડ્રાઈવરે અસમર્થતા દર્શાવી અને કહ્યું કે
સર હું નહીં રોકાઇ શકુ, કારણ કે
મારે ઘરે જઈને રેડિયો પર અનૂપ જલોટાનો ઈન્ટરવ્યુ સાંભળવો છે !
અનૂપ જલોટા હસ્યા અને પોતાની ઓળખ છતી કર્યા વિના
ટેક્સી ડ્રાઈવરને 100ની જગ્યાએ 500ની નોટ આપી.
ડ્રાઈવરે નમ્રતાથી 500 ની નોટ હાથમાં લીધી અને કહ્યું – “સાહેબ,
અનૂપ જલોટા ભાડમાં ગયા. હું અહીં તમારી રાહ જોઈશ.”
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)