ADVERTISEMENT
ADVERTISEMENT

ચીકુ વહેચાતા હતા.😅😝😂😜🤣🤪

જાડી, કાળી અને સાવ કદરૂપી એવી માયાવતી ટીચર
નિશાળમાં બાળકોને ભણાવી રહ્યા હતા.

એમણે પૂછ્યું : ‘બોલો છોકરાઓ, મરઘી શું આપે છે ?’
છોકરાઓએ કહ્યું : ‘ઈંડું !’

‘બહુ સરસ, હવે ટીંકુ બોલ જોઉં ? બકરી શું આપે છે ?’
ટીંકુ બોલ્યો : ‘બકરી દૂધ આપે છે.’

કાળી કલુટી માયાવતી ટીચરે રાજુને પૂછ્યું : ‘રાજુ,
હવે તું જવાબ આપ. બોલ, ભેંસ શું આપે છે ?’
રાજુએ તરત રોકડું પરખાવ્યું : ‘લેસન, લેસન ને લેસન !’
😅😝😂😜🤣🤪

ADVERTISEMENT
ADVERTISEMENT

બાલમંદિર જયારે નાસ્તાની રિસેસ પડી ત્યારે ગુણવંતી બહેન બોલ્યા : ‘ચાલો છોકરાઓ…
જેને ચોકલેટો જોઈતી હોય તે લાઈનમાં ઊભા રહી જાય…’
બધા છોકરા ફટાફટ લાઈનમાં ઊભા રહેવા લાગ્યા.
પણ તોફાની પિન્ટુ એક ખૂણામાં તોબરો ફુલાવીને બેસી રહ્યો હતો.
ગુણવંતીબહેને તેને પૂછ્યું : ‘કેમ પિન્ટુ, તને ચોકલેટો નથી જોઈતી ?’
પિન્ટુ કહે : ‘તંબુરામાં નાખો તમારી ચોકલેટો !’
ગુણવંતીબહેન ડઘાઈ ગયા, ‘હાય હાય, આ છોકરાની ભાષા કેવી છે ?’
બીજા દિવસે રિસેસમાં બીસ્કીટો અને લોલીપોપ આપવાના હતા.
બધા ટેણીયા લાઈનમાં ઊભા રહ્યા પણ પિન્ટુ આધો જ રહ્યો.
ગુણવંતીબહેને પૂછ્યું તો કહે છે : ‘તમારા તંબુરા માં નાખો તમારી બીસ્કીટો ને લોલીપોપો !’
ગુણવંતીબહેને તો પ્રિન્સીપાલને ફરિયાદ કરી.
પ્રિન્સિપાલે પિન્ટુના પપ્પાને નિશાળમાં બોલાવ્યા અને કીધું કે
તમે જોજો તમારો બાબો કેવી ભયંકર ભાષા બોલે છે.
પપ્પા બારણા પાછળ ઊભા રહ્યા.
રિસેસમાં તે દિવસે કેળા અને ચીકુ વહેચાતા હતા.
પિન્ટુ તે દિવસે પણ આઘો ઉભો હતો.
ગુણવંતીબહેન એને મનાવવા ગયા તો ધડ દઈને બોલ્યો : ‘તમારા તંબુરામાં નાખો કેળા અને ચીકુ !’
આ જોઇને પ્રિન્સિપાલે પિન્ટુના પપ્પાને પૂછ્યું : ‘બોલો, હવે તમારા છોકરાનું અમારે શું કરવું ?’
ચિન્ટુના પપ્પા : ‘હું તો કહું છું તમારા તંબુરામાં નાખો એ છોકરાને !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

ADVERTISEMENT
ADVERTISEMENT

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)