હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહુ છુ.😅😝😂😜🤣🤪

નાનકડો બચું એક ટોપલીમાં મરઘીના બચ્ચાં લઈને
ઘેર પાછો આવતો હતો, રસ્તામાં એને ઠોકર વાગી.
ટોપલી ખૂલી ગઈ, બચ્ચાં ભાગી ગયા.
છતાં બચું હિંમત હાર્યો નહીં.
આજુબાજુની વાડમાંથી, વન્ડામાંથી, ખેતરમાંથી,
ગરનાળામાંથી, ઘાસની ગંજીમાંથી અને
આસપાસના ઘરોની દીવાલો પાછળ દોડી દોડીને
એણે થાય એટલા બચ્ચાં ભેગા કરીને ટોપલામાં મૂક્યા.
બિચારો હાંફી ગયો હતો.
છતાં ઘરે આવીને એણે એના બાપાને કહ્યું,
‘આ ટોપલી સાચવીને રાખો, પડી ગઈ હતી.
એમાંથી બચ્ચાં ભાગી ગયા હતા, પણ ચિંતા ના કરો,
મેં બારે-બાર બચ્ચાને પકડીને ટોપલીમાં પાછા પૂરી દીધા છે.’
બચુના બાપા કહે, ‘શાબ્બાશ બેટા !
રોજ આવું જ કામ કરજે. ટોપલીમાં ચાર જ બચ્ચાં હતા !’
😅😝😂😜🤣🤪

પિતા(પુત્રને) : તમારા વર્ગમાં સૌથી મહેનતું
વિદ્યાર્થી કોણ છે ?
પુત્ર : હું.
પિતા : કેવી રીતે ?
પુત્ર : કારણકે વર્ગમાં જ્યારે બીજા
વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય છે,
ત્યારે ફક્ત
હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહુ છુ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)