છગન : શું થયું મગન? આજે મૂડમાં નથી લાગતો.
મગન : અરે યાર શું વાત કરું? ગઈ કાલે હું થાકીને ઘરે પહોંચ્યો
ત્યાં તારી ભાભીએ ફિલ્મ જોવા જવા કહ્યું.
મેં એને બહુ સમજાવી કે આજે ઓફિસમાં બહુ કામ હતું.
તેમાં વળી ફેટકરીમાં કારીગરોએ હડતાળ ઉપર જવાની
ધમકી આપી છે એનું ટેન્શન.
મેં એને કહ્યું કે બેંકવાળા પણ ઓવરડ્રાફ્ટ ભરી દેવાનું દબાણ કરે છે,
એટલે બધે ઉઘરાણી કરવા લોકલ ટ્રેનમાં બેસી છેક વાપી ગયો
અને ચાર કલાકે હડદોલા ખાતો હમણાં પાછો આવું છું.
અને આ બધા ટેન્શનથી મારું માથું ફાટે છે,
એટલે ઊંઘની ગોળી લઈને સુઈ જવું છે.
છગને વચ્ચે વાત અટકાવીને
પૂછ્યું : એ બધી વાત છોડ પછી કઈ ફિલ્મ જોવા ગયા.
😅😝😂😜🤣🤪

કુંડળી મેચ કરવી હોય છે
તો સાસુ, નણંદ અને વહુની મેચ કરો.
છોકરાનું તો શું છે,
ભગવાનની મરજી સમજીને જીવન
પસાર કરી લેશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)