છગનને પરેશાન જોઈને મગને પૂછ્યું,
શું થયું ભાઈ, આજે આટલો પરેશાન કેમ છે?
છગન : આજે મને એક ધમકી ભર્યો પત્ર આવ્યો છે!
તેમાં લખ્યું છે કે,
મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કરી દે
નહીં તો તને ગોળી મારી દઈશ.
મગન : આમાં આટલી ચિંતા કરવાનું શું જરૂર છે,
એની પત્નીને પ્રેમ કરવાનું છોડી દો.
છગન : પણ આ પત્રમાં નામ લખ્યું નથી,
એટલે જ સમજાતું નથી કે
કોની પત્નીને પ્રેમ કરવાનું બંધ કરવાનું છે.
😅😝😂😜🤣🤪
પતિ : લગ્ન પહેલા તું બહુ ઉપવાસ કરતી હતી,
હવે શું થયું?
પત્ની : વધારે નહીં,
ફક્ત સોમવારે જ ઉપવાસ કરતી હતી.
પતિ : તો હવે શું થયું?
પત્ની : પછી તમારી સાથે લગ્ન થઈ ગયા
અને
મારો ઉપવાસ પરથી વિશ્વાસ ઉઠી ગયો.
પતિ વિચારમાં પડી ગયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)