ગામમાં રાત્રે સત્સંગ ચાલતો હતો.
તેમાં વચ્ચે એક જાહેરાત થઈ કે,
“મંગલ” જ્યાં પણ હોય ત્યાંથી પોતાના ઘરે જાય,
તેની પત્ની તેની રાહ જોઈ રહી છે.
આ સાંભળી મંગલ ઉભો થયો અને
જવા લાગ્યોત્યાં જ થોડા અંતરે બેસેલી
તેની પત્નીએ કહ્યું,“બેસો, બેસો,
હું ફક્ત એ તપાસી રહી હતી કે, તમે સત્સંગ
જોવા આવ્યા છો કે બીજે ક્યાંક ગયા છો.
😅😝😂😜🤣🤪
પત્ની ઘરે ટીવી જોતી હતી,
પતિએ પૂછ્યું શું જોઈ રહી છે?
પત્ની : રસોઈ શો.
પતિ : આખો દિવસ રસોઈ શો જોયા કરે છે,
પણ રસોઇ કરતા તો આવડતું નથી.
પત્ની : તમે પણ
કોન બનેગા કરોડપતિ જોયા કરો છો,
હું તમને કાંઈ કહું છું? પતિ ચૂપ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)