ઘરે મહેમાન આવ્યા પણ
કુતરાને જોઈને બહાર જ ઉભા રહ્યા.
ટપ્પુએ તેમને કહ્યું : આવી જાવ,
કૂતરાથી બીશો નહિ.
મહેમાન : કેમ, કૂતરો કરડતો નથી?
ટપ્પુ : મારે પણ એ જ જોવું છે,
પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.
😅😝😂😜🤣🤪
એક ગુજરાતી સારા કર્મોને લીધે
સ્વર્ગમાં પહોંચ્યો.
ચિત્રગુપ્ત : સ્વર્ગમાં તારું સ્વાગત છે વત્સ.
બોલ, કોને મળવા માંગે છે પહેલા?
ગુજરાતી : અમારે નીચે એમ કહેવાય છે કે,
લગ્નો તો ઉપર સ્વર્ગમાં નક્કી થાય છે.
ઇ નક્કી કોણ કરે છે એને મળવું છે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)