પત્ની : નર્સ, મારે મારા પતિને મળવું છે.
નર્સ : માફ કરજો, એમની હાલત નાજુક છે,
મળવાની મનાઈ છે.
પત્ની : પણ હું
મારે હાથે એમને માટે રસોઈ કરીને લાવી છું.
નર્સ : સોરી, એમને ખોરાકની બંધી છે.
બિચારી પત્ની હોસ્પિટલના બાગમાં
બેસી પેલી રસોઈ ખાઈ ગઈ.
નસીબે જોર કર્યું અને એના પતિની નજીકના જ
ખાટલા ઉપર એડમિટ કરવામાં આવી.
😅😝😂😜🤣🤪
પતિ : હું થાકી પાકીને ઓફિસેથી આવું છું,
પણ તેં કદી મને એવું પૂછ્યું કે,
મારો દિવસ કેવો ગયો?
પત્ની : ઓકે,
જણાવો તમારો દિવસ કેવો ગયો?
પતિ : ના પૂછે તો સારું.
પછી પત્નીએ પતિને બરાબરનો ધોયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)