બા ને એવાં મરચાં જ ભાવતાં.😅😝😂😜🤣🤪

શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,
અધૂરા સપના પૂરા કરવા
શું કરવું જોઈએ?
ચિન્ટુ : એકદમ સરળ છે.
ફરી સુઈ જવું જોઈએ.
😅😝😂😜🤣🤪

સાસુ : વહુ… સાંભળે છે?
આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાં હળદર વધુ નાખજે.
બા ને એવી ભાવતી હતી.
લિજ્જતનો પાપડ તળજે. બા ને ભાવતા હતા.
તળેલા મરચાં ઉપર ધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે.
બા ને એવાં મરચાં જ ભાવતાં.
દુધપાક ડીપ ફ્રીઝમાં મુકજે, બા ને ચિલ્ડ જ ભાવતું હતું.
વહુ : મમ્મી ભેગું ભેગું
ભરેલા રીંગણાંનું શાક ને જીરા રાઇસ પણ બનાવી નાખું?
સાસુ : અરે…એ તો મારું ભાવતું છે. આજે શું કામ બનાવવું છે?
વહુ : મમ્મી… તમે જ કહેતાં હોવ છો કે
કાલનું કામ આજે કરીએ તો સુખી થઇએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)